માતાની પછેડી: અમદાવાદના વાઘરી સમુદાયની ઐતિહાસિક કળા (ગુજરાતની કલમકારી).
ગુજરાતની લોકકળાની પરંપરા માત્ર સૌંદર્ય અને શણગાર પૂરતી સીમિત નથી. અહીંની અનેક કલાઓમાં લોકજીવન, ધાર્મિક માન્યતાઓ, કુદરત, સામાજિક સંસ્મૃતિ અને પેઢીઓથી ચાલતી પરંપરાઓ એકસાથે જોવા મળે છે. આવી જ એક અદભુત અને વિશિષ્ટ લોકકળા છે ‘માતાની પછેડી’. કાપડ પર કુદરતી રંગો અને હસ્તચિત્ર દ્વારા દેવી-દેવતાઓ, લોકકથાઓ, પ્રતીકો અને ધાર્મિક પ્રસંગોને રજૂ કરતી આ કળા ગુજરાતની…
