સયાજીરાવ ગાયકવાડ: પ્રગતિશીલ શિક્ષણ અને સામાજિક સુધારાના પ્રણેતા.
ભારતીય ઈતિહાસમાં જ્યારે રજવાડાઓ અને રાજાઓ મોજશોખ અને અંગ્રેજોની ખુશામતખોરીમાં વ્યસ્ત હતા, ત્યારે એક રાજા એવો હતો જે પ્રજાના કલ્યાણને જ પોતાનો રાજધર્મ માનતો હતો. જેમણે પોતાની તિજોરી મોંઘીદાટ ગાડીઓ ખરીદવાને બદલે શાળાઓ અને પુસ્તકાલયો બાંધવા માટે ખોલી નાખી હતી. તે મહાન રાજા એટલે વડોદરા નરેશ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. સયાજીરાવ માત્ર એક શાસક ન…
